મારા દિલ ની વાત તુ જાણે ,
હુ કઈ કહૂ એ પહેલા તુ સમજે,
વિચારો હોય મારા અને શબ્દો તારા..
એવી અટપટી છે આ પ્રેમ ની પરીભાષા.
સપનાઓ તારા મારી આંખો માં ભરુ,
કરવા એને પુરા, દિવસ રાત હું એક કરુ,
જેમા હોય તુ રાજી ફક્ત એ જ વાત કરુ,
કરુ ઘણા પ્રયત્નો પણ એમા હંમેશા હું હારું,
તોય તારા મન મા મારી ખુશીઓ ની અભિલાષા..
એવી અટપટી છે આ પ્રેમ ની પરીભાષા.
તારી માટે આ સમય ને મુઠ્ઠી મા ભરું,
એક એક પળ કેવળ તને જ અર્પિત કરુ,
તારા માટે કેટલા દરીયા ને પાર કરુ,
વાયદા કરુ ઘણા પણ એકેય ના પાળુ,
છતાં તારા દિલ મા હંમેશ એક નવી આશા…
એવી અટપટી છે આ પ્રેમ ની પરીભાષા.
દુભાવ્યું હશે તારું દિલ જાણે અજાણે,
છતાં પણ તુ એનો જવાબ સ્મિત થી આપે,
તારી માફી મોટી અને મારા પ્રયત્નો છે નાના..
એવી અટપટી છે આ પ્રેમ ની પરીભાષા.
Saras 👌